Skip to main content
Settings Settings for Dark

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે પ્રથમ સ્ટીલ બ્રિજનું બાંધકામ પૂર્ણ

Live TV

X
  • સુરત શહેરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 53 ઉપર 70 મીટર લાંબો મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે સ્ટીલના પ્રથમ પુલનું નિર્માણ પૂર્ણ થયું છે. 28 સ્ટીલના પુલમાંથી આ પહેલો પુલ છે જે MHSR કોરિડોરનો ભાગ હશે. જાપાનીઝ જ્ઞાનની સાથે, ભારત મેક-ઈન-ઈન્ડિયા વિઝન હેઠળ બાંધકામનું નિર્માણ કરવા માટે તેની સ્વદેશી તકનીકી અને સામગ્રી ક્ષમતાઓનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યું છે. ધોરીમાર્ગો, એક્સપ્રેસવે અને રેલ્વે માર્ગને પાર કરવા માટે સ્ટીલના પુલ એ સૌથી યોગ્ય છે. તે અગાઉથી તૈયાર કરેલ કોંક્રીટ પુલથી વિપરીત, 40થી 45 મીટર દુર સુધી ફેલાયેલા છે, જે નદીના પુલ સહિત મોટાભાગના વિભાગો માટે યોગ્ય છે. ભારત પાસે 100 થી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ભારે અંતરની અને સેમી-હાઈ સ્પીડ ટ્રેનો માટે સ્ટીલના પુલ બનાવવાની કુશળતા તો છે જ પરંતુ આ પ્રથમ વખત છે જયારે 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી શિંકનસેન બુલેટ ટ્રેનને ટેકો આપવા માટે સ્ટીલનો પુલ બનાવવામાં આવ્યો છે અને સફળતાપૂર્વક અને ચોકસાઇ સાથે તેને લોન્ચ કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply