PM કિસાન યોજના હેઠળ સેલ્ફ રજિસ્ટ્રેશન માટે ફાર્મર ID અનિવાર્ય
Live TV
-
તા.1 જાન્યુઆરી 2025 થી અરજદાર માટે ફાર્મર રજીસ્ટ્રી હેઠળનો ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યો છે
ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે. આ નોંધણી માટે તા. 1 જાન્યુઆરી 2025 થી અરજદાર માટે ફાર્મર રજીસ્ટ્રી હેઠળનો ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યો છે. પોર્ટલ પર સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી-ખેડુત નોધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે.
પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો વેબ પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશનથી જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકે છે, પરંતુ તે માટે ફાર્મર આઈડી જરૂરી હોય છે. જે માટે ખેડુતે https://gjfr.agristack.gov.in પોર્ટલ પર જાતે અથવા ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે ગામના ગ્રામસેવક અથવા તલાટી-કમ-મંત્રી અને તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવા, ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવ્યું છે.