Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વડનગરના વિકાસનું વિઝન થઈ રહ્યું છે સાકાર

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ મહેસાણાના વડનગરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા વિકાસકાર્યો પૂર્ણ થવાથી વડનગરની મુલાકાતે આવનારા પ્રવાસીઓને હવે એક નવો અનુભવ મળશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડનગરના ઐતિહાસિક મહત્વ અને પ્રવાસન સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેની સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે પ્રેરિત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર વડનગરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન માટે તેમજ આ ઐતિહાસિક નગરમાં પાયાની અને પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવા માટે વિશેષ પ્રયાસો કરી રહી છે. વડનગર પર આઇઆઇટી ખડગપુર, આઇઆઇટી ગુવાહાટી, આઇઆઇટી ગાંધીનગર, અને આઇઆઇટી રૂડકી તરફથી વ્યાપક બહુ-વિષયક શોધ શરૂ કરવામાં આવી છે.

    નરેન્દ્ર મોદીની પ્રેરણાથી થયો વડનગરનો વિકાસ
    ગુજરાતના પુરાતત્વ વિભાગને વડનગરમાં ખોદકામ દરમિયાન બૌદ્ધ મઠના અવશેષો મળ્યા હતા. નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જ વડનગર સુધી પ્રવાસીઓ સહેલાઇથી પહોંચી શકે તે માટે વડનગર રેલવે સ્ટેશનનો વિકાસ કરવામાં આવ્યો છે. વડનગરના આશરે 4500 વર્ષ જૂના શર્મિષ્ઠા તળાવનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. ઉપરાંત, તાના-રીરી સંગીત મહોત્સવની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં કરાવી હતી.  દર વર્ષે શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલા કલાકારોને ‘તાના-રીરી’એવોર્ડ આપવામાં આવે છે. આ સાથે જ નરેન્દ્ર મોદીએ વડનગર અને તેની આસપાસના વિસ્તારના લોકોને તબીબી સુવિધાઓ અને સારવાર માટે વડનગરમાં અદ્યતન હોસ્પિટલ પણ શરૂ કરાવી છે. તેમના પ્રયાસો થકી ગુજરાતનું વડનગર શહેર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હવે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વડનગરને ત્રણ નવા વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે.

    આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ: 2500 વર્ષોની ઐતિહાસિક યાત્રાનો અનુભવ
    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વડનગરમાં નવનિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. ભારતનું આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે, જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. ₹298 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે.

    ‘પ્રેરણા સંકુલ’: આધુનિક ટેક્નિકની સાથે-સાથે નૈતિક મૂલ્યોના પાઠ
    કેન્દ્રીય ગૃહમંત્રી ₹72 કરોડના ખર્ચે તૈયાર થયેલા ‘પ્રેરણા સંકુલ’ને રાષ્ટ્રને સમર્પિત કરશે. ‘પ્રેરણા સંકુલ’ એ વડનગરની ઐતિહાસિક પ્રાથમિક શાળાની ઇમારતના નવીનીકરણ માટેની એક પહેલ છે. 1888માં સ્થાપિત થયેલા આ જ શાળામાં આપણા પ્રધાનમંત્રીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા આ શાળાને ભવિષ્યની આધુનિક શૈક્ષણિક સંસ્થા તરીકે વિકસિત કરવામાં આવી છે, જેમાં નવી ટેક્નોલોજી દ્વારા શિક્ષણ અને નૈતિક મૂલ્યોનો અનોખો સંગમ છે. 

    પરિસર વિકાસકાર્ય
    અમિત શાહ વડનગરના વારસાને સુરક્ષિત રાખવા માટે શરૂ કરવામાં આવેલા પરિસર વિકાસકાર્યનું અવલોકન પણ કરશે. પરિસર વિકાસકાર્ય અંતર્ગત, ચાર સંકુલમાં વારસાના સંરક્ષણ અને વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રવેશ પુનઃસ્થાપન, રસ્તાનું બાંધકામ, ઇમારતનો પુનઃઉપયોગ, રાહદારીઓ માટે સંકેતો અને શેરીઓના ફર્નિચરમાં સુધાર જેવા કાર્યો હાથ ધરવામાં આવશે. પરિસરના વિકાસ દ્વારા ધરોહર યાત્રા માર્ગ તૈયાર કરવામાં આવશે, જે વડનગરના ઇતિહાસનો ઊંડાણથી અનુભવ કરવાની તક પ્રદાન કરશે. ‘પ્રેરણા સંકુલ’ આ તમામ માર્ગોનું કેન્દ્રબિંદુ હશે, જ્યાં તમામ ધરોહર યાત્રાઓ સમાપ્ત થશે.

    સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વડનગરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કરશે. તેનો ઉદ્દેશ ખેલાડીઓને અત્યાધુનિક તાલીમ સુવિધાઓ પ્રદાન કરવાનો અને એથલીટ્સના પ્રદર્શનને બહેતર બનાવવાની સાથે-સાથે તેમના વિકાસમાં મદદ કરવાનો છે. ₹33.50 કરોડના ખર્ચે વિકસિત કરવામાં આવેલ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેસક્સમાં વિવિધ પ્રકારના ઇનડોર સ્પોર્ટ્સની સુવિધાઓ છે. સાથે જ, આઉટડોર સ્પોર્ટ્સ સુવિધાઓમાં 8 લેનવાળા 400 મીટર સિન્ટેટિક એથલેટિક ટ્રેક, એક એસ્ટ્રો ટર્ફ ફૂટબોલ મેદાન, કબડ્ડી, ખો-ખો અને વૉલીબોલ મેદાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એક છાત્રાલયનું બાંધકામ પ્રગતિમાં છે, જેમાં 100 છોકરાઓ અને 100 છોકરીઓ માટે રહેવાની વ્યવસ્થા હશે.

    વડનગરની મુલાકાત દરમિયાન અમિત શાહ શહેરના પ્રાચીન હાટકેશ્વર મંદિરની મુલાકાત પણ લેશે. 17મી સદીનું આ  મંદિર એક જમાનામાં વડનગરના મુખ્ય સમુદાય એવા નાગર બ્રાહ્મણોના કુળદેવતા હાટકેશ્વર મહાદેવને સમર્પિત છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply