Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીને નાગરિકોની સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શિકા આપી

Live TV

X
  • ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી,રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી .

    ભારત-પાકિસ્તાનના  તણાવ વચ્ચે  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સરહદ પરની તણાવની વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરી તેમજ  નાગરિકોની સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શિકા આપી.

    ત્યારબાદ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પર  પોસ્ટ કરીને માહિતી આપી.

    માનનીય વડાપ્રધાન શ્રી  @NarendraModiએ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતના સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી. આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અને ખાસ કરીને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા સલામતીના રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં પૂરતાં પગલાઓ અંગેની પણ વિગતો મેળવી હતી.

    https://x.com/Bhupendrapbjp/status/1920738301801074927

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply