Skip to main content
Settings Settings for Dark

PM-સ્વનિધિ યોજનાના શ્રેષ્ઠ અમલીકરણમાં ગુજરાત ત્રીજા ક્રમે: રાજ્યમાં ત્રણ તબક્કામાં 4,12,358 ફેરીયાઓની લોન મંજુર તે પૈકી 3,99,736 ફેરીયાઓને લોન ચૂકવાઈ

Live TV

X
  • તાજેતરમાં કેન્‍દ્રીય રાજ્ય નાણા મંત્રી ભાગવત કરાડના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ગોવા, દમણ-દીવ તથા દાદરા નગર હવેલીના ઉચ્ચ અધિકારીઓ સાથે PM-સ્વનિધિ યોજના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં કેન્‍દ્રીય રાજ્ય નાણા મંત્રીએ જણાવ્યું હતું કે. PM-સ્વનિધી યોજના શહેરી ગરીબો માટે આશિર્વાદરૂપ પૂરવાર થઈ રહી છે. જૂન 2020માં કોવિડ-19થી અસરગ્રસ્ત શેરી ફેરીયાઓ તેમની આજીવિકા માટે વ્યવસાય શરૂ કરી શકે તે આશયથી પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ આ યોજના શરૂ કરી હતી. તેમણે આ યોજનાની માહિતી આપતા જણાવ્યું હતું કે આ યોજના હેઠળ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં લોન લેવા ઇચ્છુક શેરી ફેરીયાઓએ ઓન-લાઇન અરજી કરવાની હોય છે. આ યોજના હેઠળ શેરી ફેરીયાઓને રૂ.10,000 સુધીની વર્કીંગ કેપીટલ લોન મળવા પાત્ર છે, જેમાં કોઇપણ પ્રકારની સિક્યુરિટી આપવાની રહેતી નથી. લોનની ભરપાઇ માસીક હપ્તાથી એક વર્ષ સુધીમાં કરવાની રહે છે. જે પૂર્ણ થયેથી દ્વિતીય લોન રૂ.20,000 અને ત્યારબાદ તૃતીય લોન રૂ.50,000ની મળવાપાત્ર છે. સમયસર કે વહેલા લોનની ભરપાઇ પર વાર્ષિક 7 ટકા વ્યાજ સહાય લાભાર્થીના બેંક ખાતામાં DBT મારફતે ત્રિમાસિક જમા કરવામાં આવે છે. આ યોજનાની ધિરાણ બેંકો દ્વારા કરવામાં આવે છે. શેરી ફેરીયાઓ દ્વારા કરવામાં આવતા ડિજીટલ  ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા આ યોજનામાં ફેરીયાઓને માસિક કેશબેક પ્રોત્સાહક સ્વરૂપે આપવામાં આવે છે. જેમાં દર માસે કુલ મહત્તમ 100 ડિજીટલ ટ્રાન્જેક્શન પર મહત્તમ રૂ.100 કેશબેક મળે છે. જે મુજબ વાર્ષિક મહત્તમ રૂ.1200 કેશબેક મળવાપાત્ર છે. ઉલ્લેખનીય છે કે, PM-સ્વનિધિ યોજના અંતર્ગત 2 ઓગસ્ટ 2023ની સ્થિતિએ સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં કુલ 41,09,360 શેરી ફેરીયાઓની પ્રથમ લોન મંજૂર થઇ છે. જેમાંથી કુલ 39,13,806 શેરી ફેરીયાઓને લોનની ચૂકવણી કરવામાં આવી છે. જે અન્વયે ગુજરાતમાં કુલ 3,14,346 શેરી ફેરીયાઓની પ્રથમ લોન મંજૂર થયેલ છે. જેમાંથી કુલ 3,05,033 શેરી ફેરીયાઓને લોન ચૂકવવામાં આવેલ છે. રાજ્યમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય લોન મળી કુલ 4,12,358 ફેરીયાઓની લોન મંજૂર કરાઈ છે. જેમાંથી કુલ 3,99,736 શેરી ફેરીયાઓને લોનની ચૂકવણી કરી દેવાઈ છે. ડિજીટલ  ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા PM-સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરીયાઓને માસિક મહત્તમ રૂ. 100 લેખે વાર્ષિક મહત્તમ રૂ.1200 કેશબેક મળવાપાત્ર થાય છે. જે અંતર્ગત રાજ્યમાં 1,50,770 શેરી ફેરીયાઓ દ્વારા ડિજીટલ ટ્રાન્જેક્શન કરી રૂ. 3.03 કરોડ કેશબેક મેળવેલ છે. PM-સ્વનિધિ યોજનાનાં લાભાર્થીઓ અને તેમના પરિવારને સરકારની અન્ય આઠ યોજનાઓ સાથે જોડી તેનો લાભ આપી શકાય તે હેતુથી 'સ્વનિધિ સે સમૃધ્ધિ' કાર્યક્રમ અમલી બનાવાયો છે. ભારત સરકાર દ્વારા PM-સ્વનિધિ યોજના અંતર્ગત રાજ્યોને આપવામાં આવતા ક્રમાંકમાં ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ કામગીરી સાથે ત્રીજા સ્થાન પર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
apply