PSI અને LRDની 21 જાન્યુઆરીથી શારીરિક કસોટીનો પ્રારંભ
Live TV
-
ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર છે. ગુજરાત પોલીસમાં PSI અને LRDની કુલ 13,591 જગ્યાઓની ભરતી માટે શારીરિક કસોટી આગામી 21 જાન્યુઆરી 2026થી શરૂ થવાની છે. જોકે, શારીરિક કસોટી માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા અંગેની વિગત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ ભરતી બોર્ડ દ્વારા જાણાવાયું છે. PSI અને લોકરક્ષક કેડર માટે 13,591 જગ્યાઓ માટે યોજાયેલી આ ભરતીમાં રાજ્યભરમાંથી 14,28,546 ઉમેદવારોએ અરજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, PSI અને LRD જેવી મહત્વપૂર્ણ કેડરની ભરતી માટે શારીરિક કસોટી મહત્વપૂર્ણ માપદંડ ગણાય છે. તેથી ઉમેદવારોને તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા તથા શારીરિક ધોરણો અંગે પૂર્વ તૈયારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ઉમેદવારોને સલાહ પણ આપવામાં આવી છે કે, તેઓ નિયમિત રીતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની અધિકૃત વેબસાઈટ પર નજર રાખે અને આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.
