Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં માવઠા બાદ ઠંડીનો રાઉન્ડ શરૂ

Live TV

X
  • રાજ્યમાં માવઠા બાદ ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતથી હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ભર શિયાળે કમોસમી માવઠું પડ્યું હતું. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં નોંધાયા હતાં. જોકે, હવે આ વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.  કચ્છનું નલિયા 7 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર બન્યું છે.. જ્યારે, રાજકોટમાં 9.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.. તો, હવામાન વિભાગ અનુસાર, આવતીકાલથી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીનું જોર ઘટશે.. જ્યારે, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા થોડું વધારે રહેવાથી રાત્રિના સમયે ઠંડી યથાવત રહેશે.. ત્યારે, મહત્વનું છે કે, હાલ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply