Skip to main content
Settings Settings for Dark

RTE એકટ હેઠળ ધો.1માં પ્રવેશ માટે રાજ્ય સરકારે આવક મર્યાદા વધારી

Live TV

X
  • રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ માહિતી આપી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂપિયા 6 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    RTE એકટ હેઠળ ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે રાજ્ય સરકારે આવક મર્યાદામાં વધારો કર્યો છે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આ માહિતી આપી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂપિયા 6 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

    ગ્રામ્ય-શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને 6 લાખ થઈ  

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE ACT-2009) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % બેઠકોમાં ધોરણ-1માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જેમાં નબળા અને વંચિત જૂથના બાળકો માટે બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં વિનામૂલ્યે પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા તારીખ 16મી માર્ચ સુધી શરૂ છે. અગાઉ RTE પ્રવેશ માટે આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1.50 લાખ સુધી મર્યાદિત હતી. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના વડપણ હેઠળ શિક્ષણ વિભાગે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂપિયા 6 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. RTE પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે આવક સ્લેબમાં સુધારો થતા નબળા અને વંચિત જૂથના બાળકો અને વાલીઓને મોટી રાહત થઈ છે.

    અગાઉ કેટેગરી ક્રમાંક: (8-જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દિકરી, 9-રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો, 11-SC-ST કેટેગરીના બાળકો, 12-SEBC કેટેગરી, 13- જનરલ કેટેગરી)નાં બાળકો માટે ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂપિયા 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1.50 લાખ આવક મર્યાદા હતી જે શિક્ષણ વિભાગના તા. 13/03/2025ના પત્રથી મળેલ મંજુરી અન્વયે હવેથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર બન્ને માટે વાર્ષિક રૂપિયા 6 લાખ કરવામાં આવેલ છે. હવે વધુમાં વધુ પાત્ર વિદ્યાર્થીઓને ધોરણ 1માં પ્રવેશનો લાભ મળે તે માટે આ તમામ કેટેગરીના વાલીઓ માટે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં વાર્ષિક રૂપિયા 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા અરજદારોને અરજી કરવા માટે પાત્ર ગણવામાં આવશે. 

    ઉલ્લેખનીય છે કે, જે બાળકોએ 1 જૂન-2025નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા પાત્ર બાળકો માટે RTE પોર્ટલ પર તા. 15/04/2025 સુધી ઓનલાઈન અરજી કરવાની તક છે. વધુમાં, અન્ય કેટેગરીના તથા અગાઉ અરજી ન કરી શકનાર અરજદારો તેમજ ચાલુ વર્ષે જે અરજદારોની અરજીઓ અગાઉ દર્શાવેલ આવક કરતા વધુ આવક (પરંતુ રૂપિયા 6 લાખ કરતા ઓછી) હોવાના કારણે જિલ્લા કક્ષાએ અમાન્ય થયેલ હોય તેઓ પણ પુનઃ ઓનલાઈન અરજી કરી શકશે. આ અવધિ દરમિયાન અરજી કરી શકશે. જિલ્લા કક્ષાએ તમામ અરજદારોની આવક મર્યાદા તથા અન્ય આવશ્યક દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ કરી અરજી મંજૂર કે નામંજૂર કરવાની પ્રક્રિયા તા. 16મી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply