Skip to main content
Settings Settings for Dark

રાજ્ય પોલીસ વડાના કડક આદેશ, અસામાજીક તત્વોની યાદી તૈયાર કરવા સૂચના

Live TV

X
  • આગામી 100 કલાકમાં રાજ્યભરના અસામાજીક તત્વોની યાદી તૈયાર કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આદેશ આપ્યો છે... આરોપીઓ સામે પાસા અને તડીપાર જેવી અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

    આગામી 100 કલાકમાં રાજ્યભરના અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આદેશ આપ્યો છે... DGPએ  તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી... જેમાં 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સુચના આપવામાં આવી છે....આ પ્રકારના તત્વો દ્વારા ઊભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામ, વીજ કનેક્શન, બેંકના નાણાકીય વ્યવહાર સહિતની વિગતોની તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે..

    કેવા અસામાજિક તત્વોનો આ યાદીમાં થશે ?

    અસામાજિક તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે. વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલી વ્યક્તિઓ, ખંડણી ઉઘરાવવા, ધાક-ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલી વ્યક્તિઓ, મિલકત સામેનાં ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજિક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્વોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવશે.

    DGP વિકાસ સહાયે યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે પણ સ્પષ્ટતાપૂર્વક સૂચનાઓ આપી છે, જેમાં આ તત્વોએ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તો તેવા બાંધકામને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા, સરકારી જમીન પર દબાણ કરેલુ હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા, ગેરકાયદેસર વીજ કનેક્શન ધ્યાનમાં આવે તો GUVNL સાથે સંકલનમાં રહી યોગ્ય કાર્યવાહી કરવા, આવા અસામાજિક તત્વોના બેંક એકાઉન્ટની ચકાસણી કરી નાણાકીય વ્યવહારમાં કોઇ ગેરકાયદેસરનું કૃત્ય છતું થાય તો જરૂરી કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply