Skip to main content
Settings Settings for Dark

RTI સપ્તાહનો પ્રારંભ: ગુજરાત પારદર્શિતામાં અગ્રેસર

Live TV

X
  • ગાંધીનગર: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગુજરાત માહિતી આયોગ દ્વારા 5 થી 12 ઓક્ટોબર દરમિયાન 'Rights to Information Act' (RTI) સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો. NFSU કેમ્પસ, ગાંધીનગર ખાતે "Roles & Responsibility of the different stakeholders" વિષય પર એક દિવસીય સેમિનાર યોજાયો. મુખ્ય માહિતી કમિશનર ડો. સુભાષ સોની પણ ઉપસ્થિત રહ્યા હતા.

    ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ ગુજરાત માહિતી આયોગની કામગીરીને બિરદાવતા કહ્યું કે, આયોગ સરકારી તંત્ર અને નાગરિકો વચ્ચે સેતુરૂપ કામ કરીને RTI કેસોના ઝડપી ઉકેલને કારણે ગુજરાતને અગ્રીમ હરોળનું રાજ્ય બનાવ્યું છે.

    મુખ્ય માહિતી કમિશનર ડો. સુભાષ સોનીએ જણાવ્યું કે, ગુજરાત માહિતી આયોગ દ્વારા માત્ર 60-90 દિવસમાં અપીલોનો નિર્ણય કરવામાં આવે છે, જેનાથી રાજ્ય માહિતી આયોગ દેશમાં પ્રથમ ક્રમે છે. અત્યાર સુધીમાં 1.40 લાખથી વધુ અપીલોનો નિકાલ થયો છે.આયોગે RTIની તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન કરી છે અને વેબસાઇટને પણ નવીનીકૃત કરી છે.

    સંઘવીએ જણાવ્યું કે, RTI કાયદાનો દુરુપયોગ કરી ઉદ્યોગકારોને હેરાન કરતી ગુનાહિત પ્રવૃત્તિઓનું એક નેટવર્ક દેશમાં સક્રિય છે.ગુજરાત સરકારે આ નેટવર્કને નાબૂદ કરવા માટે કામગીરી શરૂ કરી છે. સુરત જિલ્લામાં એક જ વર્ષમાં RTIનો દુરુપયોગ કરનાર 105 લોકોની ધરપકડ કરવામાં આવી છે.ગુજરાત પોલીસે આવા ગુનેગારો સામે પાસા હેઠળ પણ ગુનો નોંધી સજા આપવાનું સૌપ્રથમ કામ શરૂ કર્યું છે.સંઘવીએ વધુમાં ઉમેર્યું કે, RTIનો દુરુપયોગ કરનાર શખ્સોની યાદી બનાવવાનો સરાહનીય પ્રયાસ કરનારું ગુજરાત પહેલું રાજ્ય છે, અને આયોગે આવા એજન્ટોને પ્રતિબંધિત કરવાનું પણ કામ કર્યું છે.

    ગુજરાત માહિતી આયોગ દ્વારા આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને અરજદાર, જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારીની ફરજો અંગેના વીડિયોની પ્રસ્તુતિ કરવામાં આવી.આયોગે છેલ્લા પાંચ વર્ષમાં RTI જોગવાઈઓનું યોગ્ય પાલન ન કરનાર જાહેર માહિતી અધિકારીઓને 500 કેસોમાં રૂ. 42 લાખથી વધુનો દંડ કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply