#SmartCity : રાજકોટમાં રૂપિયા 300 કરોડના ખર્ચે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા CM
Live TV
-
રાજકોટના વિકાસને વધુ વેગવંતો બનાવવા માટે શહેરમાં કોર્પોરેશન દ્વારા રૂપિયા 300 કરોડના વિવિધ વિકાસ કામો થઈ રહ્યા છે. જેનું ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. શહેરમાં થઈ રહેલા અનેક વિકાસકાર્યોને કારણે રંગીલા રાજકોટની સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.
રાજકોટને રાજ્ય સરકારે સાયન્સ સીટીની શાનદાર ભેટ આપી છે. રૂપિયા 80 કરોડના ખર્ચે તૈયાર થનારી અત્ય આધુનિક સાયન્સ સિટી માં સાયન્ય મ્યુઝિયમ બનાવવામાં આવશે...જેનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિલાન્યાસ કર્યો હતો. વિશ્વના ગ્લાસ અને સીરામિક્સ, લાઈફ સાયન્સ ગેલેરી, નોબલ પ્રાઈઝ ગેલેરી સહિતની વ્યવસ્થા સાયન્સ મ્યુઝિયમમાં જોવા મળશે, તો 12 કરોડના ખર્ચે તૈયાર થનારી સ્પોર્ટ્સ હોસ્ટેલને કારણે ખેલાડીઓને રમત-ગમત માટે સુંદર વ્યવસ્થા મળી રહેશે...આ સાથે રૂપિયા 5.10 કરોડના ખર્ચે અદ્યતન મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલનું પણ નિર્માણ થવાનું છે...જેનું પણ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું...રૂડા હસ્તકના 300 સરકારી આવાસ યોજનાનું લોકાર્પણ તથા નવીન પશ્ચિમ રાજકોટ મામલતદાર કચેરીને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી...મુખ્યમંત્રીના હસ્તે અન્ય પણ કેટલા વિકાસકામોનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો...
રાજકોટના વિકાસકામોની સાથે મુખ્યમંત્રીએ રાજ્યના વિકાસની પણ વાતો કરી હતી...મુખ્યમંત્રીએ કહ્યું કે મે માસમાં શરૂ થનારા જલ અભિયાન અંતર્ગત રાજ્યના 9 હજાર તળાવો ઉંડા કરવામાં આવશે...રાજ્યની 34 નદીઓને પુનઃજીવિત કરાશે અને રાજ્યમાં મહત્તમ ખેત તલાવડીઓનું નિર્માણ કરવામાં આવશે...આ સાથે નદીઓને સ્વચ્છ કરાશે અને ચેકડેમોનું સમારકામ કરાવવાની પણ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી...તો રાજકોટની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે જુલાઈના અંત સુધી શહેરમાં પાણી કાપ નહીં મુકવામાં આવે...તો કેન્દ્ર અને રાજ્ય સરકારના દ્વારા થઈ રહેલા વિવિધ કાર્યોની ચિતાર પણ રજૂ કર્યો હતો જેમાં રાજકોટમાં બની રહેલું ઈન્ટરનેશનલ એરપોર્ટ, નવુ બસ સ્ટેન્ડ અને નવી GIDCનો સમાવેશ થાય છે...તો શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક પણ તળાવ ન હોવાથી નવા રેસોકોર્સ પાસે 10 એકર જમીનમાં નવુ તળાવ બનાવવાની જાહેરાત કરી હતી...
રાજકોટમાં ખાતમુહૂર્તોના કાર્યક્રમમાં સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ ડી.ડી.કાપડિયા, ધનસુખ ભંડેરી સહિત પૂર્વ ધારાસભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા...સાથે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનોએ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...