VGGS -2024: ઓક્ટોબરમાં રાજ્યના 32 જિલ્લાઓમાં રૂ. 45,604 કરોડનું સંભવિત રોકાણ, અંદાજે 2,600થી વધુ MoU થયા
Live TV
-
જાન્યુઆરી-2024માં 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ને વધુ સફળ બનાવવા અને જિલ્લાઓ સુધી લઈ જવા આ વર્ષે પ્રથમવાર 2થી 31 ઓક્ટોબર દરમિયાન તમામ જિલ્લાઓમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિકટ-VGVD
કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી જયંતીથી સરદાર પટેલ જયંતિ સુધી જિલ્લાઓમાં આયોજિત આ VGVD કાર્યક્રમ અંતર્ગત અંદાજે 25,000થી વધુ નાના રોકાણકારો, ઉધોગપતિઓ અને મહાનુભાવો ઉત્સાહભેર સહભાગી થયા હતા. જેમાં રાજ્યના 32 જિલ્લાઓમાં કુલ રૂ. 45,604 કરોડના સંભવિત રોકાણ માટે 2,600થી વધુ MoU થયા હતા. આ એમઓયુના અમલીકરણ થકી જે તે વિસ્તારના અંદાજે 1.70 લાખથી વધુ યુવાનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી ઉપલબ્ધ થશે તેમપ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જિલ્લામાં આયોજિત VGVD અંગે વધુ માહિતી આપતા કહ્યું હતું કે, જિલ્લાઓમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિકટ-VGVD અંતગર્ત અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 484 MoU થકી સંભવિત રૂ. 12,751 કરોડથી વધુના રોકાણ દ્વારા 17,000થી વધુ યુવાનોને રોજગારી ઉપલબ્ધ થશે. આ ઉપરાંત મુખ્યત્વે રાજકોટ જિલ્લામાં સંભવિત રૂ. 7,221 કરોડનું રોકાણ, વડોદરા જિલ્લામાં રૂ.5,404 કરોડ, ભરૂચમાં રૂ. 3,594 કરોડ, જામનગરમાં રૂ. 3,235 કરોડ તેમજ મોરબીમાં રૂ. 2,445 કરોડ તેમ કુલ -32 જિલ્લાઓમાં સંભવિત રોકાણના 2,614 એમઓયુ દ્વારા રૂ. 45,630 કરોડથી વધુના રોકાણ થકી અંદાજે 1.70 લાખથી વધુ યુવાનોને રોજગારી ઉપલબ્ધ થશે
