Skip to main content
Settings Settings for Dark

સુરત ખાતે 5 ફિએસ્ટા વિષયક 'ટેકસટાઇલ સમિટ' અને અમદાવાદમાં 'એક્સપોર્ટર કોન્ફરન્સ'નું આયોજન કરાશે

Live TV

X
  • 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના ભાગરૂપે દર સપ્તાહે  મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે MoU કરવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપે રાજ્યકક્ષાએ અત્યારસુધીમાં વિવિધ 11 તબક્કામાં અંદાજે રૂ. 25,945 કરોડના રોકાણ માટે 47 એમઓયુ સંપન્ન થયા છે. જેના કારણે સંભવિત 69 હજારથી વધુ રોજગારીના અવસર પ્રાપ્ત થવાનો છે. આ સાથે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત સુરત ખાતે 5 ફિએસ્ટા વિષયક 'ટેકસટાઇલ સમિટ' તેમજ અમદાવાદમાં 'એક્સપોર્ટર કોન્ફરન્સ'નું આયોજન કરાશે. તો મંત્રી ઋષિકેશ પટેલે આગામી કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે 23 નવેમ્બર 2023ના રોજ સુરતમાં SGCCI ખાતે '5 ફિએસ્ટા' વિષયક 'ટેકસટાઇલ સમિટ' 
    તેમજ 30 નવેમ્બર-2023ના દિવસે અમદાવાદમાં 'એક્સપોર્ટર કોન્ફરન્સ'નું આયોજન કરવામાં આવ્યું છે. સાથેજ તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું કે વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં નવેમ્બર માસમાં, કોલકાતા, ચેન્નાઈ, લખનઉ, બેંગ્લોર અને ગુવાહાટીમાં 'રાષ્ટ્રીય રોડ શો' યોજાશે તો ઓક્ટોબરમાં દિલ્હી, મુંબઈ અને ચંદીગઢમાં તેમ ત્રણ શહેરોમાં રોડ શો સફળતાથી સંપન્ન થયા છે. તથા ઉચ્ચ સનદી અધિકારીઓની ઉપસ્થિતિમાં નવેમ્બરમાં 8 દેશમાં આંતરરાષ્ટ્રીય રોડ શો યોજાશે.

    ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને વૈશ્વિક કક્ષાએ વધુને વધુ પ્રમોટ કરવાના ઉદ્દેશ્યથી હાલમાં રાજ્યના ઉચ્ચ સનદી અધિકારીઓની ઉપસ્થિતિમાં  ઓક્ટોબર- નવેમ્બર માસમાં જર્મની, ઇટાલી, ડેનમાર્ક, યુ.એસ.એ, ઓસ્ટ્રેલિયા, યુએઈ, સાઉથ કોરિયા અને વિયતનામમાં રોકાણકારો અને ઉદ્યોગપતિઓ સાથે સફળ રીતે 'આંતરરાષ્ટ્રીય રોડ શો' યોજવામાં આવી રહ્યા છે. આ સિવાય ઓક્ટોબર માસમાં જાપાન, સિંગાપોર અને ફ્રાન્સ ખાતે આંતરરાષ્ટ્રીય રોડ શો પૂર્ણ કરવામાં આવ્યા છે જેને વૈશ્વિક કક્ષાએ અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply