Skip to main content
Settings Settings for Dark

VGGS 2024 : 'ટ્રાન્ઝિશન ટુ ધ ગ્રીન ઇકોનોમી : EVs ' પર સેમિનારનું આયોજન

Live TV

X
  • ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, 2024માં આજે દ્વિતિય દિવસે ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC)ની રાષ્ટ્રીય કમિટી ઓન ક્લાઈમેટ ચેન્જ દ્વારા ‘ટ્રાન્ઝિશન ટુ ધ ગ્રીન ઇકોનોમી : EVs ‘ વિષય ઉપર માહિતીપ્રદ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં EV ક્ષેત્રનું ભવિષ્ય, સંભાવનાઓ, તકો અને પડકારો  ઉપર મનનીય ચિંતન વ્યક્ત કરાયા. 

    સેમિનારના અન્ય ટેકનિકલ વિષયોમાં ગ્રીન એનર્જી, એર પ્યુરિફિકેશન (ઇનડોર) અને ટ્રેન્ડ્સ અને તકો અને ભારતના EV લેન્ડસ્કેપને સામેલ કરવામાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશ વન, પર્યાવરણ અને હવામાન પરિવર્તન વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ સિંઘે ઈલેક્ટ્રોનિક વેહિકલ, વૃક્ષારોપણના મહત્વ, પોલ્યુશન કન્ટ્રોલ, પર્યાવરણના રક્ષણ, કલાઈમેટ ચેન્જ, સોલાર એનર્જીના ઉપયોગ વિષે વાત કરી હતી. ત્યારબાદ ઉત્તર પ્રદેશના ઉદ્યોગ વિભાગ અને CEO ઇન્વેસ્ટમેન્ટ સેક્રેટરી, અભિષેક પ્રકાશ દ્વારા આ ઉત્તર પ્રદેશના EVs સેક્ટર ઉપર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશ વન, પર્યાવરણ અને હવામાન પરિવર્તન વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ સિંઘે ઈલેક્ટ્રોનિક વેહિકલ, વૃક્ષારોપણના મહત્વ, પોલ્યુશન કન્ટ્રોલ, પર્યાવરણના રક્ષણ, કલાઈમેટ ચેન્જ, સોલાર એનર્જીના ઉપયોગની છણાવટ કરી હતી. 

    ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક વિકાસ, એકસપોર્ટ પ્રમોશન, એનઆરઆઈ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન વિભાગના મંત્રીશ્રી નંદ ગોપાલ ગુપ્તાએ સેમિનારના મુખ્ય અતિથિપદેથી જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી અસ્તિત્વમાં આવેલ વિચાર અને ઔધોગિક વિકાસના તેમના સંકલ્પને સાકાર કરનારું અદભુત આયોજન છે. વાઈબ્રન્ટ સમિટ ઔદ્યોગિક વિકાસને નવો વેગ આપે છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે, આ વિરાટ આયોજન પ્રધાનમંત્રીના વિઝનને દર્શાવે છે. તેમણે ઉત્તર પ્રદેશના ઔધોગિક પરિદ્રશ્યમાં થયેલા હકારાત્મક પરિવર્તન અને વિકાસ અંગે વિસ્તારપૂર્વક વાત કરી હતી તેમજ ગ્રીન ઈકોનોમિના પરિપ્રેક્ષ્યમાં રાજ્યની ઇલેક્ટ્રીક વ્હિકલ પોલિસી, ઇવી ક્ષેત્રે રહેલી તકો અને રોકાણની સંભાવનાઓ અંગે વિગતે વાત કરી હતી. 

    આ ક્ષેત્રની વિવિધ કંપનીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. જેમાં, ગ્રીન પાવર હાઉસના ફાઉન્ડર પ્રમોટર શ્રી સ્ટીફન પૌયત દ્વારા ગ્રીન એનર્જી વિષય, AIRTHના સીઇઓ રવિ કૌશિક દ્વારા એર પ્યુરિફિકેશન(ઇન્ડોર) ઉપર, નેક્સડિગ્મના ડિરેકટર માણિક એબોટ દ્વારા ભારતના EVs લેન્ડસ્કેપ વલણો અને તકો ઉપર, BVG ઇન્ડિયા લિમિટેડના ડિરેક્ટર શ્રી પંકજ ઢીંગરા દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. વિશ્વગુરુ ઈન્ફોટેક પ્રાઈવેટ લિ.ના સ્થાપક, સીઈઓ અને ચેરમેન રાજેન્દ્ર ગાંગર્ડે દ્વારા પેન્ડેમિક હેલ્થકેર સોફ્ટવેર ઉપર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉત્તર પ્રદેશના પર્યાવરણ, આબોહવા પરિવર્તન વિભાગના ડાયરેક્ટર આશિષ તિવારીએ ગ્રીન એનર્જી અને EVs સેક્ટરની સંભાવનાઓ ઉપર વાત કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
apply