Skip to main content
Settings Settings for Dark

VGGS 2024 : રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે વિવિધ MoU કરવામાં આવ્યા

Live TV

X
  • ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત 'Renewable Energy - Pathway to a Sustainable Future' વિષય પર આયોજિત સેમિનારમાં કેન્દ્ર તથા રાજ્યના મંત્રીઓ અને દેશવિદેશના એનર્જી સેક્ટરના અગ્રણીઓ સાથે ઉપસ્થિત રહેવાનો અવસર ઊર્જામય બની રહ્યો. આ પ્રસંગે રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે વિવિધ MoU સંપન્ન કરવામાં આવ્યા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતને રિન્યુએબલ એનર્જીના માધ્યમથી સસ્ટેનેબલ ફ્યુચર માટે વધુ સક્ષમ બનાવવામાં આ MoU નવી ગતિ આપશે. 

    ગુજરાત સોલર એનર્જી, વિન્ડ એનર્જી તેમજ સોલાર રૂફટોપ ઈન્સ્ટોલેશન જેવા ક્ષેત્રમાં દેશમાં અગ્રેસર છે. આ અગ્રેસરતા મિશન લાઈફ મારફતે સ્વચ્છ પર્યાવરણ અને નાગરિકોને ગુણવત્તાયુક્ત જીવન પ્રદાન કરવાના વિચારને આકાર આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાનું જ પરિણામ છે. વર્ષ 2030 સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જીની ક્ષમતા 450 ગીગાવોટ સુધી લઈ જવાનું માનનીય પ્રધાનમંત્રીનું લક્ષ્ય છે, જેમાં ગુજરાત નિશ્ચિતપણે આગવું યોગદાન આપશે. અમૃતકાળમાં ગ્રીન અને ક્લીન એનર્જી દ્વારા સસ્ટેનેબલ ગ્રોથની દિશામાં અમૃત ઊર્જામય ગુજરાતથી અમૃત ઊર્જામય ભારતનું નિર્માણ થશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
apply