Skip to main content
Settings Settings for Dark

અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલને કોવીડ હેલ્થ સેન્ટરમાં પરિવર્તિત કરાઈ

Live TV

X
  • અંબાજી દાંતા પંથકમાં પણ સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલને કોવીડ હેલ્થ સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી છે. જોકે આ કોરોના સેન્ટર શરૂ થયે 18 દિવસ જેટલા થયા છે જેમાં 180 જેટલા કોરોનાના દર્દીઓ દાખલ કરાયા હતા જેમાં થી 120 જેટલા દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. જયારે 15 જેટલા દર્દીઓના હમણાં સુધી મોત નિપજ્યા છે જોકે આ હોસ્પિટલમાં  કોરોનાને હરાવી કોરોના યોદ્ધા બની ઘરે જતી વખતે ઉપસ્થિત લોકો એ દર્દીઓ વોર્ડમાં થી બહાર આવ્યા બાદ તાળીઓના ગગડાટ થી વધાવ્યા હતા જોકે અંબાજીની આ હોસ્પિટલમાં 10 દિવસ થી કોરોના સારવાર લઈ સંપૂર્ણ સ્વસ્થ બની ઘરે જતી વખતે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. હોસ્પિટલના સ્ટાફની કામગીરીની સરાહના પણ કરી હતી જયારે હોસ્પિટલમાં ખાવા પીવાની તેમજ નાસ્તા સહીત હળદર વાળા દૂધની વ્યવસ્થા મળતી હોવાનું પણ દર્દીએ જણાવ્યું હતું અને ખુબ જ ખુશી સાથે કોરોના હોસ્પિટલ થી વિદાઈ લીધી હતી.

    જોકે આ હોસ્પિટલમાં સાજા થવાનો રેટ પણ એક તૃતીયાંશનું હોવાનું જણાવ્યું હતું. જયારે મૃત્યુ આંક 9 ટકા જેટલો હોવાનું આર.એમ.ઓ. એ જણાવ્યું હતું જોકે આ હોસ્પિટલમાં હાલ ફિજિશિયન ડોક્ટરની જરૂરિયાત જણાઈ રહી છે. અને જે એક માત્ર ફિજિશિયન હતા તેમને કોરોના પોઝેટીવ આવતા હાલ આ કોરોના હોસ્પિટલમાં ફિજિશિયનની જગ્યા ખાલી પડેલી છે. તે ભરવા માંગ કરાઈ રહી છે જયારે હાલ તબક્કે જે રીતે દર્દીઓ ના પ્રવાહ વધી રહ્યો છે તે જોતા આગામી સમયમાં ઓક્સીજન પ્લાન્ટની જરુરીયાત પણ જણાઈ રહ્યી છે.  હાલમાં આ હોસ્પિટલમાં 30 બેડ ઓક્સીજનના છે ને સાદા 20 બેડ છે ત્યાં દર્દીઓનો પ્રવાહ વધે તો 100 બેડની વ્યવસ્થા આ હોસ્પિટલમાં થઇ શકે તેમ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply