Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
જાણો ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ એટલે શું? | DD News Skip to main content
Settings Settings for Dark

જાણો ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ એટલે શું?

Live TV

X
  • જીવન ટકાવવા માટે આપણને સતત ઓક્સિજનના પૂરવઠાની જરૂર પડે છે, જે આપણા ફેફસા માંથી શરીરના વિવિધ ભાગોમાં આવેલા કોષો સુધી પહોંચે છે. કોવિડ-19 એ શ્વસનતંત્રને લગતી બીમારી છે જેમાં આપણા ફેફસા પર અસર પડે છે અને તેના કારણે ઓક્સિજનનું સ્તર જોખમી રીતે ઘટી જાય છે. આવી પરિસ્થિતિમાં, આપણને ઓક્સિજન ઉપચારની જરૂર પડે છે જેમાં તબીબી સારવાર માટે ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તબીબી રીતે સ્વીકાર્ય સ્તર સુધી આફણા શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારી શકાય.ઓક્સિજનનું સ્તર ઓક્સિજન તૃપ્તતા દ્વારા માપવામાં આવે છે, જેને ટૂંકમાં SpO2 તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજનના પ્રમાણનું આ માપ- શરીરમાં હિમોગ્લોબિનનું વહન કરે છે. સામાન્ય ફેફસાની સ્થિતિ સાથેની એક તંદુરસ્ત વ્યક્તિમાં ઓક્સિજન તૃપ્તતાનું પ્રમાણ 95%થી 100% સુધી હોય છે.

    ઓક્સિજન કોન્સન્ટ્રેટર – કેવી રીતે તે કામ કરે છે?

    આપણે જાણીએ છીએ કે, વાતાવરણમાં અંદાજે 78% નાઇટ્રોજન અને 21% ઓક્સિજન હોય છે. ઓક્સિજન કોન્સન્ટ્રેટર એક સરળ ઉપકરણ છે જે ચોક્કસપણ તેના ના પ્રમાણે જ કામ કરે છે- એટલે કે, તે પોતાની આસપાસની આસપાસની હવા અંદર ખેંચે છે અને તેમાંથી નાઇટ્રોજન વાયુને ફિલ્ટર કરીને બહાર કાઢીને ઓક્સિજનની સાંદ્રતા વધારે છે.આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ કેન્યુલા, ઓક્સિજન માસ્ક અથવા નાસિકા ટ્યુબનો ઉપયોગ કરીને શરીરને જરૂર હોય તે પ્રમાણે ઓક્સિજનની ટેન્ક અથવા સિલિન્ડરની જેમ જ ઓક્સિજનનો પૂરવઠો પૂરો પાડીને કામ કરે છે. તેમાં તફાવત એટલો જ છે કે, સિલિન્ડર ફરી ભરવા પડે છે જ્યારે, ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ 24x7 ધોરણે કામ કરી શકે છે.

    તો, કોણ તેનો ઉપયોગ કરી શકે અને ક્યારે કરી શકે?

    શું આનો અર્થ એવો થાય કે, ઓક્સિજનના સ્વીકાર્ય સ્તરથી ઓછું સ્તર હોય તેવી કોઇપણ વ્યક્તિ કોન્સન્ટ્રેટરનો ઉપયોગ કરી શકે અને કોઇને મદદરૂપ થઇ શકે? 
    ચોક્કસપણે, ના.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply