બોટાદના ગઢડામાં રેફરલ હોસ્પિટલ ખાતે 50 બેડની સુવિધા ઉભી કરાઇ
Live TV
-
બોટાદ જિલ્લા ના ગઢડાના લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જિલ્લાના સૌથી મોટો ગઢડા તાલુકામાં શહેરમાં આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે આજથી ૫૦ બેડની ક્ષમતા વાળી કોવીડ હોસ્પિટલ શરૂ કરાઈ છે. હાલ ઓક્સિજન અને ત્રણ એમબીબીએસ ડોકટરો અને સ્ટાફ સાથે ૧૦ બેડ શરૂ કરાયા છે અને જરૂર પડે બીજા બેડ શરૂ કરવામા આવે છે.

હાલ કોરોના બેકાબુ છે. રાજયમાં રોજ કોરોના સંક્રમણમા વધારો થઈ રહ્યો છે. ત્યારે બોટાદ જિલ્લામાં પણ કોરોનાનો હાહાકાર છે. બોટાદની ખાનગી અને સરકારી હોસ્પિટલો ફુલ છે. તેમજ ઓક્સિજન પણ મળતો નથી. ત્યારે બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો ને સારવાર માટે ભાવનગર, રાજકોટ , અમદાવાદ સહિતના શહેરોમાં જવું પડે છે. ત્યારે જિલ્લાનો સૌથી મોટો તાલુકો ગઢડામા રેફરલ હોસ્પિટલ ખાતે કોવિડ હોસ્પિટલ શરૂ કરવા મા આવી છે.
ગઢડા શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલી રેફરલ હોસ્પિટલ ખાતે ૫૦ બેડની ક્ષમતા વાળી કોવીડ હોસ્પિટલ ઓક્સિજન સાથે ૧૦ બેડ શરૂ કરવામાં આવ્યા છે. ગઢડા બીએપીએસ મંદિરના કોઠારી સ્વામી દ્વારા દિપ પ્રાગટય કરી હોસ્પિટલ નો પ્રારંભ કરાવ્યો હતો. ગઢડામાં કોવિડ હોસ્પિટલ શરૂ થતા હવે ગઢડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેરોમાં જવાની જરૂર નહી પડે અને હવે ગઢડામાજ સારવાર મળી રહે છે. ત્યારે ગઢડાના નગરજનોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે.
ગઢડા શહેરમાં આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે ૫૦ બેડની ક્ષમતા વાળી કોવીડ હોસ્પિટલ હાલ ઓક્સિજન સાથે ૧૦ બેડ શરૂ કરાયા છે. જેમાં ત્રણ એમબીબીએસ ડોકટરો તેમજ પુરતો સ્ટાફ અને પુરતા પ્રમાણમાં દવાનો જથ્થો ઉપલબ્ધ છે. તેમજ આવતા દિવસોમાં જરૂર પડે બીજા બેડ શરૂ કરવામા આવ છે. તેમ મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું.