કોરોના સંક્રમણના કેસો વધતા વિજાપુરના વસાઈ ગામમાં કરવામાં આવ્યું સેનેટાઇઝેશન
Live TV
-
મહેસાણા જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા લોકો સ્વયંભૂ જાગૃત થઈ રહ્યા છે. જિલ્લાના વિજાપુર તાલુકાના વસાઈ ગામમાં સંક્રમણના કેસો વધતા ગામના અગ્રણીઓ અને યુવાનોએ ગામને કોરોના મુક્ત કરવા બીડું ઝડપ્યું છે. જે અંતર્ગત ગામના જાહેર સાર્વજનિક સ્થળો સંક્રમિત દર્દીઓના ઘરો, ગામની શેરીઓ, તથા મહોલ્લાઓને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યાં છે. તો યુવાઓ તથા ગ્રામજનોના સહકારથી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કોરોના ટેસ્ટ અને વેક્સિનની કામગીરીને પણ વેગવંતી બનાવવામાં આવી છે. ગામના યુવાનો દ્વારા કોવિડ ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે.