વડોદરામાં આવેલી સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં બાળકો માટે વિશેષ કોરોના વોર્ડ શરૂ કરવામાં આવ્યો
Live TV
-
કોરોના મહામારીની બીજી લહેરમાં નવજાત શિશુ અને નાના બાળકોને પણ કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખી વડોદરા શહેરમાં આવેલી સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં બાળકો માટે વિશેષ કોરોના વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. આ વિભાગે કોરોનાથી પીડાતા બાળકોની સારવાર કરીને 6 નવજાત સહિત 25 જેટલા કોરોના સંક્રમિત બાળકોને યોગ્ય સારવાર આપી છે. હાલમાં અહીંના ગાયનેક વિભાગમાં કોરોના સંક્રમિત નવજાત બાળકોની સારવાર ચાલી રહી છે. આ અંગે બાળ રોગ વિભાગના વડાં ડોક્ટર શિલા ઐયરે જણાવ્યું હતું કે છેલ્લા 1 મહિનામાં 150 જેટલા બાળકોના OPD સ્ક્રિનિંગ દરમિયાન 70 બાળકો કોરોના સંક્રમિત હોવાનું જણાયું હતું. આ પૈકીના 25 બાળકને , સારવારની જરૂર પડી હતી. જ્યારે 70થી 80 ટકા બાળકોની સારવાર ,, હોમ ક્વોરન્ટાઈન દરમિયાન જ કરવામાં આવી છે.