મોરબી સી.એ. એસોસિએશન દ્વારા સદભાવના હોસ્પિટલને એમ્બ્યુલન્સ અર્પણ
Live TV
-
મોરબી સી.એ. એસોસિએશન દ્વારા મોરબી માટે આધુનિક સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સ નગરની સદભાવના હોસ્પિટલને અર્પણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સમાં આગામી એક સપ્તાહમાં વેન્ટીલેન્ટર અને ઓક્સિજન સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મોરબી સી.એ એસોસિએશન દ્વારા અંદાજે રૂપિયા 18 લાખના ખર્ચે આ એમ્બ્યુલન્સ ખરીદીને મોરબીની જનતાની સેવા માટે સદભાવના હોસ્પિટલને અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કોરોનાના કપરા કાળમાં મોરબીની જનતાને એમ્બ્યુલન્સ ખૂબ ઉપયોગી થઇ પડશે.