મહેસાણા : નૂતન હોસ્પિટલમાં 50 લાખના ખર્ચે ઓક્સિજનનો 25 એમક્યુના પ્લાન્ટ ની કામગીરી કરાઈ શરૂ
Live TV
-
15 દિવસમાં કાર્યરત થશે પલાન્ટ 280 દર્દીઓ માટે ઉપયોગમાં આવે એટલા ઓક્સિજન નું કરાશે ઉત્પાદન
કોરોનાની વૈશ્વિક મહામારીમાં ઓક્સિજન એ ખૂબ મહત્વનો બની રહ્યો છે અનેક લોકો ઓક્સિજન ના અભાવે કેટલાય લોકો કોરોના સામે જંગ હારી ગયા મહેસાણા જિલ્લાની અને સમગ્ર ઉત્તર ગુજરાત માટે આશીર્વાદરૂપ બની રહેલ નૂતન કોવિડ હોસ્પિટલ માં 120 જેટલા દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે
ત્યારે ઓક્સિજન ની તંગી ને લઈને જરૂર કરતા ઓછો જથ્થો મળવાને કારણે વધુ દર્દીઓની સારવાર થઈ શકતી નથી ત્યારે નૂતન હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા હોસ્પિટલ માં 50 લાખના ખર્ચે ઓક્સિજનનો 25 એમક્યુના પ્લાન્ટ શરૂ કરવાનું વિચારેલ અને આમાટે
વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલ ના ઓક્સિજન પ્લાન્ટ માટે દાતાઓને દાન ની અપીલ ને પગલે ફક્ત દિવસમાં રૂ. 1.70 કરોડ દાન એકઠું થયું હતું, જેના લીધે હોસ્પિટલમાં ઓક્સિજનની. પ્લાન્ટની સાથે હવે પ્લાઝમા થેરાપી અને 5 વેન્ટીલેટર લેવાનું નક્કી કર્રવામાં આવ્યું છે.નૂતન કેળવણી મંડળના ચેરમેન પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારી માં ખાસ કરી ને ઓક્સિજનની તીવ્ર અછત સર્જાતા દર્દીઓને ઓક્સિજન માટે. આમ તેમ ભટકવું પડે છે. વિસનગરની નુતન જનરલ હોસ્પિટલમાં પણ ઓક્સિજનની અછત સર્જાતા. અમે નૂતન હોસ્પિટલમાં 50 લાખના ખર્ચે ઓક્સિજનનો 25 એમક્યુનો પ્લાન્ટ ઊભો કરવા માટે દાતાઓને અપીલ કરી હતી જેને લઈને ફક્ત પાંચ જ દિવસમાં દેશ અને વિદેશ માંથી અમારા નૂતન કેળવણી મંડળને દાતાઓ તરફથી રૂપિયા 1.70 કરોડનું માતબર દાન મલ્યુ છે જેથી હોસ્પિટલ દ્વારા વધુ 5 વેન્ટીલેટર ખરીદવાનું તેમજ 25 લાખના ખર્ચે પ્લાઝમા એએસ મશીન વિકસાવવા નક્કી કરાયું છે.