અનોખી ઉજવણી : આણંદમાં કોરોના વોરિયર્સને રક્ષાસૂત્ર બાંધી સલામતીની કામના કરતી બહેનો
Live TV
-
108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અને 181 મહિલા હેલ્પલાઈનની ટીમના સભ્યો દ્વારા અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ
આણંદ : ગુજરાતમાં રક્ષાબંધનનો પર્વ રંગેચંગે ઉજવાઈ રહ્યો છે ત્યારે આજના દિવસને કંઈક ખાસ બનાવવા માટે પણ ઘણા પ્રયાસો થઈ રહ્યા છે..આણંદમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અને 181 મહિલા હેલ્પલાઈનની ટીમના સભ્યો દ્વારા અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી..બન્ને ટીમના કર્મચારીઓ દ્વારા કોરોના વોરિયર્સ તરીકે કાર્ય કરતા પોલીસ કર્મચારીઓ અને ટ્રાફિકના કર્મચારીઓને હાથે રાખડી બાંધી તેમની સલામતી માટે પ્રાર્થના કરી હતી...એટલુ જ નહી..108 ઈમરજન્સીમાં સેવા આપતા કર્મચારીઓને પણ રાખડી બાંધી કોરોના મહામારીમાં તેમની સલામતી અને સુરક્ષા માટે કામના કરવામાં આવી હતી..