અમદાવાદના રાજપુરમાં ટીબીના રોગનું પ્રમાણ જાણવા સર્વેલન્સ યોજાયું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૨૫ સુધીમાં ટીબીના રોગને ભારતમાંથી નાબૂદ કરવાનું આહવાન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દેશમાં ટીબી રોગનું પ્રમાણ જાણવા માટે ભારત સરકારના ICMR દ્વારા નેશનલ ટીબી પ્રિવેલન્સ સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. આ સર્વે અંતર્ગત ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કુલ ૩૧ કલસ્ટર પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રત્યેક કલસ્ટર દીઠ 800 લાભાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો. દરેક લાભાર્થીને ટીબીના લક્ષણોની પૂછપરછ, ડિજિટલ એક્સ-રે તપાસ, iGRA ટેસ્ટ, શંકાસ્પદ જણાય તેને ગળફાની અધ્યતન તપાસ આધુનિક મશીન ધરાવતી વાનમાં કરવામાં આવેલ છે. છેલ્લા કલસ્ટરની કામગીરી અમદાવાદ કોર્પોરેશનના રાજપુર વિસ્તારમાં ગઇકાલે કરવામાં આવી હતી. જ્યાં લાભાર્થીઓએ પોતાનું ચેકઅપ કરાવ્યું હતું. સંયુક્ત નિયામક ટીબી ડોક્ટર સતીશ મકવાણાએ જણાવ્યું હતું કે, આ સર્વેલન્સથી સમાજમાં ટીબીના રોગોનું તથા ટીબીના ચેપનું પ્રમાણ દર જાણી શકાશે.