રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 46.23 કરોડથી વધુ કોરોનાની રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા
Live TV
-
દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોવિડ-19 રસી આપીને સમર્થન આપી રહી છે. કોવિડ-19 રસીકરણ અભિયાનના સાર્વત્રિકરણના નવા તબક્કામાં કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત 75% રસી રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને પહોંચાડશે અને સપ્લાય કરશે.રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો પાસે હજી પણ 2.18 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે
કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અને તેની ઉપલબ્ધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. 21 જૂન 2021ના રોજ નવા રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. રસીકરણ અભિયાન અને રસીની ઉપલબ્ધતા સાથે રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ ઉપલબ્ધતાની અગ્રિમ જાણકારી આપીને ઝડપી કરવામાં આવી જેથી રસી અંગે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ઉત્તમ યોજના બનાવી શકે અને રસીની સપ્લાઈ ચેઈન સુવ્યવસ્થિત કરી શકાય.
ભારત સરકારે બધા જ પ્રકારના સ્ત્રોતો દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 46.23 કરોડ (46,23,27,530) થી વધુ રસી પૂરી પાડી છે અને બીજા 1,20,70,820 ડોઝ હજુ ઉપલબ્ધ છે.તેમાંથી બગાડ સહિતનો કુલ વપરાશ 44,29,95,780 રસી (આજે સવારે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ માહિતી અનુસાર) થયો છે.હાલમાં કોવિડ-19 રસીના 2.18 કરોડ (2,18,10,422) થી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલોમાં બાકી છે, જેનું સંચાલન કરવામાં આવશે.