ગોધરા: અંદરના મુવાડા ગામમાં નોંધાયો કપ્પા વેરિયન્ટ કેસ, રિપોર્ટ આવતા પહેલા દર્દીનું મોત
Live TV
-
તાજેતરમાં કોરોનાના કપ્પા વેરિયન્ટનો પોઝિટિવ કેસનો મામલો. ગોધરા તાલુકાના અંદરના મુવાડા ગામમાંથી ગત જૂન માસમાં એક પુરુષનું અમદાવાદ ખાતે સેમ્પલ લેવામાં આવ્યું હતું. આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યાર બાક તેમનું કપ્પા વેરિયન્ટ માટેનું સેમ્પલ પણ લેવાયું હતું. 22 દિવસ બાદ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
કપ્પા વેરિયન્ટ પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું. આ પરિસ્થિતિને જોતાં અંદરના મુવાડા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ. મૃતકની અંતિમવિધીમાં જોડાયેલા તેમજ તેમના પરિજનોનું ટ્રેસિંગ કરી 22 વ્યક્તિઓ ક્લોઝ કોન્ટેક્ટ સહિત કુલ 50 ઉપરાંત લોકોના કોરોના અંગેના સેમ્પલ મેળવવામાં આવ્યા છે. જેમાંથી 22 વ્યક્તિઓ જે ક્લોઝ કોન્ટેક્ટમાં હતા તેમના આર ટી પી સી આર ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. જો કે એવી પણ માહિતી મળી છે કે મૃતક તેમજ કપ્પા વેરિયન્ટ પોઝિટિવ આવેલા દર્દીને ડાયાબીટીસ તેમજ ગેંગરીનની બીમારી હતી.
તંત્ર માટે આ પરિસ્થિતિ ગંભીર છે આગામી સમયમાં સાવધાનીના ભાગરૂપે દર્દીના સંપર્કમાં આવેલા લોકોના સ્વાસ્થ્ય માટે તંત્ર સજાગ છે.