પાટણ જિલ્લો બન્યો કોરોનામુક્ત
Live TV
-
રાજ્યમાં ઘણા સમયથી કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થઈ રહ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં પણ છેલ્લા એક મહિનાથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જેના કારણે પાટણ જિલ્લો હવે કોરોનામુક્ત બન્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગની સઘન રસીકરણ ઝુંબેશ અને ટેસ્ટિંગની કામગીરીના કારણે જિલ્લામાં કોરોનાનો એક પણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી. બીજી તરફ આ જ સ્થિતિ યથાવત રહે અને કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી જિલ્લા આરોગ્ય વિભાગે કોરોના રસીકરણ વધાર્યું છે. અત્યારે જિલ્લામાં દરરોજ 1200 લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં 54 ટકા લોકોનું પ્રથમ ડોઝનું કોરોના રસીકરણ પૂર્ણ થઈ ગયું છે. જિલ્લામાં 45 વર્ષથી વધુ વયને 2,18,702 લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાયો છે.જ્યારે 18 થી 44 વયના 1,64,989 લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાયો છે.