Skip to main content
Settings Settings for Dark

અમદાવાદની ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં પ્રાર્થના અને પ્રાણાયામના પગલે દર્દીઓમાં નવઉર્જાનો સંચાર થયો

Live TV

X
  • તેના પરિણામે જ સંખ્યાબંધ દર્દીઓ આ હોસ્પિટલમાંથી સાજા થઈને ઘરે પરત ફરી રહ્યા છે.

    ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે શરુ થયેલી ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં અત્યાધુનિક સારવાર સાથે પ્રાર્થના અને પ્રાણાયામ જેવી હકારાત્મકતા પ્રેરતી પ્રવૃત્તિઓ થકી દર્દીઓમાં ઉર્જાનો નવસંચાર કરી રહી છે અને તેના પરિણામે જ સંખ્યાબંધ દર્દીઓ આ હોસ્પિટલમાંથી સાજા થઈને ઘરે પરત ફરી રહ્યા છે.

    ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં સારવાર મેળવનાર વિનોદભાઈ સોની વ્યવસાયે વૈજ્ઞાનિક છે. તેમણે કોવીડ ધન્વન્તરી હોસ્પિટલમાં સારવાર મેળવી ત્યારબાદ તેમને પ્રતિભાવમાં જણાવ્યું “ધન્વન્તરી કોવીડ હોસ્પિટલનો મારો અનુભવ અદભૂત રહ્યો. તબીબોના ખંત અને સેવાભાવથી હું ઘણો ખુશ થયો છું. આ હોસ્પિટલ ગુજરાતની નમૂનેદાર હોસ્પિટલ છે. આવી ઉત્તમ હોસ્પિટલ ઉભી કરવા બદલ હું રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર માનુ છું. અહીં જરુરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ હોસ્પિટલના સ્ટાફનું વલણ સહકારભર્યુ છે. અહીંની  ભોજનની સુવિધા પણ ઉત્તમ છે.” 

    મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના અન્ય એક દર્દી તેમના પ્રતિભાવમાં કહે છે કે, ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં સારવારના પગલે મને જીવનદાન મળ્યું છે. તેઓ હોસ્પિટલ પ્રત્યે તેમનો કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરતા કહે છે કે, મારા જીવન માટે પહેલો ઈશ્વરનો આભાર માનું છું. બીજો આપ સૌ નો. સાથે તેઓ ઉમેરે છે કે, આ હોસ્પિટલમાં તબીબથી માંડીને સફાઈ કર્મચારી સૌ કોઈ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. 

    આમ, આ કોવીડ ધન્વન્તરી હોસ્પિટલનો આ રચનાત્મક અભિગમના હતાશ અને નિરાશ દર્દીઓને માનસિક બળ પુરુ પાડે છે. અને તેઓ જાણે કે નવજીવન પ્રાપ્ત કરે છે. હોસ્પિટલના આ સુનિયોજિત પ્રયાસોને પરિણામે આ હોસ્પિટલમાંથી દર્દીઓ રીકવર થઈને ઘરે પરત ફરી રહ્યા છે. અહીં દર્દીઓના શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્યની પણ દરકાર કરાય છે. અને એટલે જ આ હોસ્પિટલમાં દર્દીઓમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય તે માટે દૈનિક ધોરણે પ્રાર્થના કરાવવામાં આવે છે. આ ઉપરાંત દર્દીઓના શરીરમાં  પ્રાણવાયુનો સંચાર થાય તે માટે પ્રાણાયામ પણ કરાવવામાં આવી રહ્યા છે. 

    ઉલ્લેખનીય છે કે ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં આયોજનબદ્ધ રીતે દર્દીઓને દાખલ કરી તેમને સર્વોત્તમ સારવાર અને સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે. આ હોસ્પિટલમાં સીટી સ્કીન, લોહીની તપાસ, એક્સ-રે અને ડાયાલિસિસ જેવી સુવિધાઓ ઈન-હાઉસ જ મળી રહેવાથી દર્દીઓએ કે તેમના સ્વજનોને કોઈ પણ પ્રકારની ચિંતા રહેતી નથી. 

    આમ, યુદ્ધના ધોરણે કાર્યરત થયેલી ધન્વન્તરી કોવીડ હોસ્પિટલ દિન-પ્રતિદિન તેની સેવાઓ સુદ્રઢ કરી રહી છે, જેનો લાભ અંતે સામાન્ય નાગરિકને થઈ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply