અમદાવાદની સિવિલ હોસ્પિટલની સાંજની ઓપીડી સોમવારથી પુનઃ કાર્યરત
Live TV
-
વિશ્વભરમાં વ્યાપેલી કોરોના મહામારીના કારણે ઘણા લોકોને હાલાકી ભોગવવી પડી છે. સમગ્ર વિશ્વમાં જ્યારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા હતા ત્યારે પરિસ્થિતિને ધ્યાને લઇને મેડિકલ ક્ષેત્રે ઘણા પરિવર્તન હાથ ધરાયા હતા. એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં સાંજની ઓપીડી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
હવે રાજયમાં કોરોનાની મહામારી નિયંત્રણમાં આવતા અને કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થતા અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા બંધ કરાયેલી સાંજની ઓપીડીને સોમવારથી ફરી શરૂ કરવામાં આવશે. ઓપીડી શરુ થવાથી દર્દીઓને ત્વરિત અને સચોટ સારવાર મળી રહેશે.