મોરબીમાં આરોગ્ય વિભાગની ટીમે મલેરિયાના રોગને ધ્યાને લઈ કામગીરી કરી શરુ
Live TV
-
વરસાદી માહોલમાં અનેક સ્થળે પાણી ભરાતાં મચ્છરનો ઉપદ્રવ થાય છે અને રોગચાળાનું પ્રમાણ વધે છે ત્યારે મોરબી જીલ્લામાં તાવ શરદી અને મલેરિયાના રોગ ધ્યાને લઈને આરોગ્ય વિભાગની ટીમે કામગીરી શરુ કરી છે.
મોરબી જીલ્લામાં વરસાદ ખેંચાતા રોગચાળાએ માથું ઉચક્યું હતું તો તાવ શરદી અને મલેરિયા સહિતના રોગ વધુ પ્રમાણમાં હોસ્પિટલમાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી શરુ કરવામાં આવી હતી.
હાલમાં વરસાદી માહોલ વચ્ચે મચ્છરનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં થતો હોય અનેં મચ્છર કરડવાથી તાવ, મલેરિયા સહિતના રોગોનું પ્રમાણ મોરબી જીલ્લામાં વધ્યું છે. આરોગ્ય વિભાગ અપીલ કરી છે કે ઘરમાં કે આસપાસમાં બિન જરૂરી વાસણ, ટાયર સહિતની વસ્તુઓમાં પાણી ભરાયું હોય તો તેને ખાલી કરવું જેથી મચ્છરનો ઉપદ્રવ ના થાય તેની તકેદારી રાખવામાં આવે.