Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન, વેજલપુર અને જીવરાજપાર્ક ખાતે યોજાયા રસીકરણ કેમ્પ

Live TV

X
  • સમગ્ર દેશમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી કોરોના રસીકરણ અભિયાન પૂર જોશમાં ચાલી રહ્યું છે. રસીકરણ ઝુંબેશના ભાગરૂપે કોઇ પણ નાગરિક રસી લીધા વગર રહી ન જાય તે માટે ખૂબ જ મોટા પ્રમાણમાં રસીકરણ અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે  22 જુનથી શરૂ કરાયેલા મફત રસીકરણ અભિયાનમાં મુસાફરો, પોલીસ સ્ટાફ, રેલવે સ્ટેશન ઉપર કામ કરતા કર્મચારીઓ તેમજ કુલીઓને મફત રસી આપી કોરોના સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અભિયાનમાં અત્યાર સુધી લગભગ 500 થી વધુ લોકોએ રસી લીધી છે. 

    આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ વેજલપુર અને જીવરાજપાર્ક ફ્રેન્ડસ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે  જીવરાજ પાર્ક સાનિધ્ય હોલ ખાતે પણ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં લોકો રસી લેવા પહોંચ્યા હતા. આ કેમ્પમાં સ્પોટ રજીસ્ટ્રેશન સાથે  લોકોને આસાનીથી તાત્કાલિક રસી માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોના ને અટકાવવા માટે તેમજ ત્રીજી લહેર ને રોકવા માટે રસી લેવી ખૂબ જરૂરી છે. ત્યારે લોકો પણ હવે પોતાના પરિવાર સાથે રસી મુકાવી રહ્યા છે. લોકોને રસીકરણ અંગે જાગૃત કરવા માટે ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણ તેમજ કાર્યકરો પણ ઘરે જઈને લોકોને રસી લેવા માટે તાકીદ કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply