કાલુપુર રેલ્વે સ્ટેશન પર હાથ ધરાયું રસીકરણ અભિયાન
Live TV
-
સમગ્ર દેશમાં રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હાલના તબક્કે કોરોના સામે ટકી રહેવા માટે રસી જ એક શસ્ત્ર છે. રસીકરણ ઝુંબેશના ભાગરૂપે દરેક વ્યક્તિ રસી લે તે હેતુ સાથે અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે 22 જૂનથી શરૂ કરાયેલા મફત રસીકરણ અભિયાનમાં મુસાફરો, પોલીસ સ્ટાફ, રેલ્વે સ્ટેશન ઉપર કામ કરતા કર્મચારીઓ, તેમજ કુલીઓને મફત રસી આપી સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ અભિયાનમાં અત્યાર સુધી લગભગ 500થી વધુ લોકોએ રસી લીધી છે. આજે રેલ્વે વિભાગના અમદાવાદના ડીઆરએમ દિપક ઝાએ પણ તેમના પરિવાર સાથે રસી લીધી હતી.
હજી પણ આ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાય અને રસી લઇ પોતે તેમજ પોતાના પરિવારને રસી લેવડાવી સુરક્ષિત કરે એવા પ્રયાસો સાથે આવા કાર્યો જનહિત માટે ખરેખર ઉપયોગી નીવડશે.