મોડાસા દોલપુર ગામના મહિલાની ૧૦૮માં તાત્કાલિક પ્રસૂતિ કરાઇ
Live TV
-
અરવલ્લીના દોલપુર ગામના ફિરોજાબીબીને પ્રસવની પીડા ઉપડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવા માટે 108 નો સંપર્ક કરવામાં આવ્યો. તેમનું લોહીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી પ્રસૂતિને સમયે વધુ જોખમ ન થાય તે માટે તેમને મોડાસાની હોસ્પિટલમાં ખસેડવાની જરૂર પડી હતી. ફિરોજબીબીને હોસ્પિટલ લઇ જવાના સમયે રસ્તામાં જ પ્રસવ પીડા વધી જતા રસ્તાની એક બાજુએ જ 108 એમ્બ્યુલન્સને રાખી ફરજ પરના E.M.T અધિકારી રવિ સોલંકી અને પાયલોટ કરણ કુમારની સુજબૂઝથી સમય સૂચકતા જાળવી રાખીને પીડિત દર્દી ફિરોજાબીબીની એમ્બ્યુલન્સમાં જ સફળતા પૂર્વક પ્રસૂતિ કરવામાં આવી હતી.
સફળ પ્રસૂતિ બાદ ફિરોજાબીબીને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. બાળક અને માતા હાલમાં સ્વસ્થ છે. ગુજરાત સરકારની આરોગ્ય સેવામાં 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં વસ્તા લોકોને પણ આરોગ્યલક્ષી સેવાઓ તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવી રહી છે તે સરાહનીય કાર્ય છે.