અમદાવાદ : સાબરમતીમાં બુલેટ ટ્રેન કન્સ્ટ્રકશન સાઇટ ખાતે કોરોના ટેસ્ટિંગ કામગીરી કરવામાં આવી
Live TV
-
52 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા
અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. તે અભિયાનના ભાગરૂપે ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના પશ્ચિમ ઝોનના સાબરમતી વોર્ડમાં આવેલી બુલેટ ટ્રેન કન્સ્ટ્રકશન સાઇટ ખાતે કોરોના ટેસ્ટિંગ કામગીરી કરવામાં આવી હતી. કન્સ્ટ્રક્શન સાઇટ ખાતે ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશથી આવેલા પરપ્રાંતીય કામદાર શ્રમિકો પૈકી 350 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ૩૫૦ પૈકી 52 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.