Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં બીજુ સ્કિન ડોનેશન, મીડિયામાં કેમેરામેન તરીકે ફરજ બજાવતા નિતીન ગાયકવાડના મૃત્યુ બાદ સ્વજનોએ કર્યું દાન

Live TV

X
  • માર્ગ અકસ્માત બાદ નિતીન ગાયકવાડ સારવાર હેઠળ હતા, જોકે ગંભીર ઇજાઓના પગલે અવસાન થતા આઘાત વચ્ચે પણ કુટુંબીજનોએ ત્વચા દાનનો કર્યો હતો સંકલ્પ

    અમદાવાદ સિવિલ હોસ્પિટલને  એક જ અઠવાડિયામાં બીજું ત્વચા દાન મળ્યું હતું.  મીડિયામાં કેમેરામેન તરીકેની ફરજ બજાવતા નિતીન ગાયકવાડના મૃત્યુ બાદ  સ્વજનોએ સ્કીન દાનનો સંકલ્પ કર્યો હતો.  માર્ગ અકસ્માત બાદ નિતીન ગાયકવાડ સારવાર હેઠળ હતા , જોકે ગંભીર ઇજાઓના પગલે તેમનું અવસાન થતા આઘાત વચ્ચે પણ કુટુંબીજનોએ  સ્કીનદાનનો સંકલ્પ કરીને નીતિન ભાઇને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી અંતિમ વિદાય આપી હતી. 

    31 વર્ષિય નીતિન ગાયકવાડ મીડિયામાં કેમેરામેન તરીકે કામ કરતા હતા. નીતિન ગાયકવાડ મુળ મહારાષ્ટ્રના હતા તેઓ હાલ અમદાવાદ નરોડા ખાતે રહેતા હતા. નીતિન ગાયકવાડ ખાનગી મીડીયામા કેમેરામેનનું કામ કરતા હતા.  નીતિન ભાઈને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેની સઘન સારવાર માટે તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નીતિન ભાઈ મૃત્યુ પામતા આ આઘાત વચ્ચે પણ નીતિનભાઈના પરિવારે અન્યોને મદદરૂપ થવાની ઉમદા ભાવના સાથે સ્કીન ડોનેશન કર્યું. આ સમયે હોસ્પિટલનો તમામ સ્ટાફ અને સાથે કામ કરતા મીડિયા કર્મીઓ અને પરિવારજનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે નીતિભાઈને શ્રદ્ધાજલી આપી હતી. સિવિલ સુપરિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી એ તમામ પરિવારજનો અને મીડિયા પરિવારનો આભાર વ્યક્ત કરી વધુંમાં વધું લોકોને મૃત્યુ પછી સ્કિન દાન કરવાં આહવાન કર્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
apply