અમરેલીઃ શાંતાબા ગજેરા હોસ્પિટલમાં સંભવિત સ્થિતિને પહોંચી વળવા આગોતરુ આયોજન
Live TV
-
અમરેલીઃ શાંતાબા ગજેરા હોસ્પિટલમાં સંભવિત સ્થિતિને પહોંચી વળવા આગોતરુ આયોજન
રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસોને પગલે અમરેલી શહેરના શાંતાબા ગજેરા હોસ્પિટલમાં સંભવિત સ્થિતિને પહોંચી વળવા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. જો કે હાલ અમરેલી જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. વ્યવસ્થાના ભાગરૂપે હોસ્પિટલોમાં ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ 24 ICU સહિત 30 બેડની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ સી એચ સી,પી એચ સી, સબડિસ્ટ્રિકટ અને મેડિકલ કોલેજ સહિત આરોગ્ય કર્મચારીઓને ગાઇડ લાઇન પ્રમાણે વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.