ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1 નાં કેસ વધ્યા
Live TV
-
ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટનાં કેસ વધવા લાગ્યા છે. ભારતમાં ફરી એકવાર કોવિડ -19 ના કેસ ફેલાવા લાગ્યા છે. કોવિડના નવા પ્રકારોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો આનાથી સંક્રમિત થઈ રહ્યા છે. મંગળવાર (26મી) સુધી દેશમાં JN1 કોવિડના કુલ 109 દર્દીઓ નોંધાયા છે જેમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં 36, જે સમગ્ર દેશમાં સૌથી વધારે છે. કેરળ-રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં કુલ 109 કેસ, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં 4, તમિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે.
નિષ્ણાતો મુજબ JN.1 સબ-વેરિયન્ટ અન્ય વેરિયન્ટ્સ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. આનું કારણ એ છે કે આ પ્રકારમાં વધારાનું પરિવર્તન છે અને તેના કારણે તે મજબૂત રોગપ્રતિકારક શક્તિ ધરાવતા અને રસીવાળા લોકોને પણ સરળતાથી ચેપ લગાડે છે. આવનાર દિવસોમાં ક્રિસમસ અને નવા વર્ષના કારણે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઉછાળો આવે તેવી દહેશત છે. મંગળવાર (26મી) સુધી દેશમાં JN1 કોવિડના કુલ 109 દર્દીઓ નોંધાયા છે જેમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં છે. 26મી ડિસેમ્બર સુધી ગુજરાતમાં JN1ના કુલ 36 કેસ નોંધાયા છે. જે સમગ્ર દેશમાં સૌથી વધારે છે.
જ્યાં ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટનાં કેસ વધવા લાગ્યા છે. તે જ સમયે, ભારતમાં ફરી એકવાર કોવિડ -19 ના કેસ ફેલાવા લાગ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, બુધવારે 27 ડિસેમ્બરે ભારતમાં એક જ દિવસમાં કોરોનાના 529 નવા કેસ નોંધાયા હતા. જેમાં કુલ સક્રિય કેસની સંખ્યા વધીને 4093 થઈ ગઈ છે.