અમરેલી : જાફરાબાદમાં વેપારી અસોસિયેશન દ્વારા કોરોના રસીકરણનો કાર્યક્રમ યોજાયો
Live TV
-
અમરેલીના જાફરાબાદમાં વેપારી અસોસિયેશન દ્વારા કોરોના રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. મેઇન બજારમાં આવેલી ભગવતી ઝેરોક્ષના શો રૂમ ખાતે આ કેમ્પ યોજાયો હતો. જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ કોમલબેન બારીયા, સરમણભાઇ બારૈયા અને ચીફ ઓફિસર ચારુબેન મોરીએ વેક્સિન લીધી હતી. આ ઉપરાંત 100 જેટલા લોકો પણ રસી લેવા પહોંચ્યા હતા. કોરોના રસી અંગે કોઇપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપવા જણાવાયુ હતુ.