નર્મદામાં કોરોના વિરોધી રસીકરણ અને કોરોના ટેસ્ટીંગની કામગીરી વધુ સઘન બનાવાઇ
Live TV
-
નર્મદામાં કોરોના વિરોધી રસીકરણ અને કોરોના ટેસ્ટીંગની કામગીરી વધુ સઘન બનાવાઇ છે. RT-PCR ટેસ્ટના પરિક્ષણ માટે રાજપીપળામાં જ લેબોરેટરીની સુવિધા ઉભી કરાઇ છે. અહીં 15 જેટલા કેન્દ્રો ખાતે RT-PCR ટેસ્ટની કામગીરી હાથ ધરાઇ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કે.પી.પટેલના જણાવ્યાં મુજબ જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે. હૈદરે જિલ્લાકક્ષાએ આપેલી સૂચનાની અમલવારી ટૂંક સમયમાં અહીંથી શરૂ કરાશે. RT-PCR ટેસ્ટ અહીં જ થાય અને તેનું પરિણામ પણ અહીંથી જ મળી રહે તે રીતનું આયોજન કરવામાં આવશે.