પોરબંદર અને જામનગરમાં કોરોનાની વેકસીન આપવાની કામગીરી કરાઇ
Live TV
-
કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકર દ્વારા કોરોનાની વેકસીન લેવા માટે લોકોને અપીલ કરી રહી છે.ત્યારે પોરબંદર અને જામનગરમાં હાલ કોરોનાની વેકસીન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. આજથી ત્રણ દિવસ માટે શહેરમાં વેકસીન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.જામનગર મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં વધતું કોરોના સંક્રમણ અટકાવવા 250 જેટલા કોરોના સુપર સ્પ્રેડર ગણાતા શાકભાજી અને ફ્રુટના વિક્રેતાઓના કોરોના ટેસ્ટિંગની ઝુંબેશ હાથ ધરી છે.જેમાં પોરબંદર શહેરમાં અલગ અલગ 45 સ્થળો પર હાલ 45 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે.