જાણો રેમડેસીવીર વિશેની એવી 5 વાતો જે દરેક માટે જાણવી જરૂરી
Live TV
-
1) રેમડેસીવીર છે શું?
રેમડેસીવીરને મૂળ હિપેટાઇટિસ સી વાયરસને નાથવા માટે વિકસાવવામાં આવી હતી જેને સમય જતા વર્ષ 2010માં આફ્રિકામાં ફેલાયેલ ઇબોલા મહામારીનો સામનો કરવામાં પણ તેના પ્રયોગ કરાવમાં આવ્યા. માટે આ બધા વાયરસ પર રેમડેસીવીરની અસર થાય છે. રેમડેસીવીર દવા કોવીડ 19 ના માટે જવાબદાર વાયરસ સાર્સ COV-2 ના RNA પોલિમરેઝના કાર્યને રોકી દે છે. એટલે વાયરસ પોતાની નકલ બનાવી શકતા નથી અને સંક્રમણ આગળ પણ આગળ વધી શકતું નથી. જેના પરિણામ સ્વરૂપ દર્દીની હાલત ગંભીર નથી થતી અને તેના બચવાની શક્યતાઓ વધી જાય છે.
આ દવાની કાર્ય પદ્ધતિ અને સંરચનાને કારણે વિજ્ઞાનીઓએ અનુમાન લગાવ્યું કે આ દવા કદાચ કોરોના વાયરસ પર અસર કરે પણ કોઈ સંશોધનમાં એવું નથી કહ્યું કે, કોરોના સામે આ દવા વધારે અસરકારક છે. પરંતુ તમામ અભ્યાસ એમ કહે છે કે બીજો કોઈ વિકલ્પ ન મળે ત્યાં સુધી આ દવાનો ઉપયોગ કરી શકાય.
2) રેમડેસિવિર કેવા દર્દીઓને આપી શકાય?
ભારત સરકાર દ્વારા રેમડેસીવીરના વપરાશને લઈને ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે અને એઇમ્સ દિલ્હીના મેડિસન વિભાગે કહ્યું એ પ્રમાણે જે દર્દીની મધ્યમથી ગંભીર સ્થિતિ હોય તેમજ કિડની અને લીવર બરોબર રીતે કામ કરતા હોય એમને રેમડેસીવીર આપી શકાય.
3) રેમડેસિવિર દર્દીને આપીશું તો તે ઠીક થઇ જશે ખરા?
વિશ્વ આરોગ્ય સંસ્થાના કહ્યા પ્રમાણે, રેમડેસીવીર દવા બહુ ખાસ અસર નથી કરતી પણ દર્દીને થોડો ઝડપથી બેઠો કરવામાં સહાયક થાય છે.
4) રેમડેસિવિરથી કોઈ આડઅસર થાય છે ખરા?
તો જવાબ છે હા, આ દવાની સાઈડ ઇફેક્ટ પણ ખરાબ છે. આ દવા મનુષ્યના કિડની અને લીવરને અસર કરે છે. આ દવાથી રક્તકણોની સંખ્યા ઘટી શકે છે, લોહી ગંઠાવતાં પ્લેટલેટ નામના કણોની સંખ્યા પણ ઘટાડી શકે છે. બીલીરુબીનનું સ્તર વધારી શકે છે. આ સિવાય પણ નાની મોટી આડ અસર થઇ શકે છે.
5) વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) રેમડેસિવિર બાબતે શું કહે છે?
આખી દુનિયામાં આ દવાની અસર જાણવા માટે WHO એ વૈશ્વિક ટ્રાયલ શરુ કર્યા અને અગાઉ જણાવ્યું એમ, ટ્રાયલના અંતે WHO એ એવું જાહેર કર્યું કે આ દવા બહુ ખાસ અસર કરતી નથી પણ દર્દીને થોડો ઝડપથી બેઠો કરવામાં સહાયક થાય છે. 15 દિવસ હોસ્પિટલના થતા હોય તો 10 દિવસમાં દર્દી બેઠો થઇ જાય, પણ મૃત્યુદર ઘટાડવામાં આ દવા એટલી કારગર નથી. આ ટ્રાયલમાં બીજી ખાસ વાત એ પણ જોવા મળી કે બહુ અતિ ગંભીર દર્દીઓ પર પણ આ દવા અસરકારક નીવડતી નથી.