રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 બેડની ફૂલફેઝ હોસ્પિટલ શરૂ કરાશે
Live TV
-
રાજકોટમાં કોરોના સંક્રમણ સતત વધતુ જાય છે. શહેરની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલ દર્દીઓથી ભરાઇ ગઇ છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે, હાલ તબીબી સ્ટાફમાં ખેંચ વર્તાઇ રહી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 બેડની ફૂલફેઝ હોસ્પિટલ 5 દિવસમાં શરૂ કરી દેવામાં આવશે.
રાજકોટમાં કોરોના સંક્રમણ સતત વધતુ જાય છે. શહેરની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલ દર્દીઓથી ભરાઇ ગઇ છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે, હાલ તબીબી સ્ટાફમાં ખેંચ વર્તાઇ રહી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 બેડની ફૂલફેઝ હોસ્પિટલ 5 દિવસમાં શરૂ કરી દેવામાં આવશે. હાલ તેમાં સ્ટાફ માટેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. તેમણે ઉમેર્યુ હતુ કે, રાજકોટ મહાનગરપાલિકા સાથે અમૃત ઘાયલ હોલ ખાતે ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલમાં સીનર્જી હોસ્પિટલ દ્વારા સારવાર શરૂ થઇ જશે. પીડિયાટ્રીક અને IMA ના 4 ડોક્ટર સમરસ હોસ્ટેલમાં ઉભી કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં સેવા આપશે. તેમણે લોકોને આ પરિસ્થિતિમાં સાથ આપી માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ પણ કરી છે.