સદવિચાર પરિવાર ટ્રસ્ટ અને સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા વેક્સીનેશન કેમ્પ યોજાયો
Live TV
-
અમદાવાદ સદવિચાર પરિવાર ટ્રસ્ટ અને સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી નિ;શુલ્ક કોરોના વિરોધી રસી આપવાના કેમ્પનું આયોજન સદવિચાર પરિવાર ટ્રસ્ટના કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું
અમદાવાદ સદવિચાર પરિવાર ટ્રસ્ટ અને સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી નિ;શુલ્ક કોરોના વિરોધી રસી આપવાના કેમ્પનું આયોજન સદવિચાર પરિવાર ટ્રસ્ટના કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૫ વર્ષથી ઉપરના શહેરીજનોએ આ રસીકરણ કેમ્પનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને સદવિચાર પરિવાર ના ટ્રસ્ટી શૈલેષ પટવારી વૈષ્ણવ વણિક પરિવારના પ્રમુખ યોગેશ પરીખ તથા ડોક્ટર પંકજભાઈ શાહ ડોક્ટર મોના દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના રસીકરણ કેમ્પનો લાભ વધુમાં લોકો વધુ લોકોને મળી રહે તો આપણે કોરોના સંક્રમણને ઝડપથી મ્હાત આપી શકીશું. આ રસીકરણ કેમ્પમાં 200થી વધુ નગરજનોએ કોરોનાની રસી લીધી હતી.