Skip to main content
Settings Settings for Dark

કોમ્યુનિટી બેઝડ માઇક્રો સાઇટ દ્રારા પોરબંદરમા શરૂ કરાયુ રસીકરણ અભિયાન

Live TV

X
  • કોરોના પ્રતિરોધક રસીકરણ અભિયાનમા જિલ્લાના દરેક નાગરિક જોડાયને રસી મુકાવે તે માટે જિલ્લા તંત્ર દ્રારા ખૂબ મહત્વ પુર્ણ કામગીરી હાથ ધરવામા આવી છે. તાલુકા કક્ષાએ તથા ગ્રામિણ વિસ્તારોમા પ્રાથમિક/સામુહિક આરોગ્ય કેન્દ્રોની સાથે સાથે સામાજિક સંગઠનો, સંસ્થાઓના સહયોગથી ખાસ રસીકરણ કેમ્પ પણ હાથ ધરવામા આવે છે.

    દરેક નાગરિક કોરોના પ્રતિરોધક રસી સરળતાથી મુકાવે શકે તે માટે જિલ્લા તંત્ર દ્રારા સ્લેમ એરીયામા જે લોકો રસીકરણ કેન્દ્ર સુધી પહોચી શક્યા ના હોય તેમના વિસ્તારમા જઇને કોમ્યુનિટી બેઝ માઇક્રો સાઇટ દ્રારા રસી આપવામા આવે છે. જેથી રસીકરણમા કોઇ વ્યક્તિ બાકી ન રહી જાય. આ માટે  જિલ્લામા કાર્યરત ૧૪ ધન્વંતરિ આરોગ્ય રથ પૈકી ૨ રથ વેક્સિનેશનની કામગીરી માટે શરૂ કરાયા છે. આ બન્ને રથ દ્રારા કોઇ એક સ્થળ પસંદ કરી રસીકરણ હાથ ધરવામા આવે છે. તથા રસી અપાયા બાદ ૩૦ મીનીટ સુધી લાભાર્થીને  નિષ્ણાંત તબીબ દ્રારા ઓબ્જર્વ હેઠળ રાખવામા આવે છે.

         ધન્વંતરિ આરોગ્ય રથ એવા લોકો માટે ખાસ ઉપયોગી બન્યો છે જેઓ પ્રાથમિક/સામુહિક આરોગ્ય કેન્દ્રો પર પહોચી શકવા સક્ષમ નથી. આ ઉપરાંત છેવાડાના વિસ્તરો, જુદા જુદા સમાજ, સંસ્થાઓના સહકારથી કોમ્યુનિટી બેઇઝ રસીકરણ માટે ધન્વંતરિ આરોગ્ય રથ લોકોને ઉપયોગી થઇ રહ્યો છે. કડીયા પ્લોટ વિસ્તારમા આવેલ ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ ખાતે ધન્વંતરિ આરોગ્ય રથ દ્રારા આજ સવારથી શરૂ કરાયેલ રસીકરણ અભિયાનમા આસપાસના વિસ્તરના અનેક લોકોએ જોડાયને રસી મુકાવી હતી. લોકોએ સ્વૈચ્છાએ રસી મુકાવવાની સાથે મેડીકલ ટીમ અને સમાજશ્રેષ્ઠીઓની અપીલથી પણ લોકો રસી મુકાવવા આગળ આવ્યા હતા. 

    આજ રોજ ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ ખાતે ધન્વંતરિ આરોગ્ય રથ હેઠળ આરોગ્ય ટીમ દ્રારા શરૂ કરાયેલ રસીકરણ અભિયાનમા રસી મુકાવવા આવેલા રેલવેના નિવૃત કર્મચારી ખીમજીભાઇ મુરબીયાએ રસીનો બીજો ડોઝ મુકાવીને લોકોને પણ અપીલ કરી કે, ‘દરેક નાગરિક કોરોનાની રસી મુકાવે, રસી સુરક્ષીત છે, રસી મુકાવ્યા બાદ હું પણ સુરક્ષીત છુ, મે રસી મુકાવી છે તમે પણ મુકાવીને સુરક્ષીત રહો.’

          આમ પોરબંદર જિલ્લામા કાર્યરત ધન્વંતરિ આરોગ્ય રથ દ્રારા લોકોને સરળતાથી સ્થાનિક કક્ષાએ પણ રસી મુકાવવાનો લાભ મળે છે. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ખાતે યોજાયેલ રસીકરણ અભિયાનમા જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંક ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. આ તકે સમાજ શ્રેષ્ઠીઓ દ્રારા આરોગ્ય કર્મીઓનુ અભિવાદન પણ કરાયુ હતુ.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply