અમરેલી: જાફરાબાદ ટાઉનહોલ ખાતે યોજાયો નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ
Live TV
-
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનાં નગરપાલિકા ટાઉન હોલ ખાતે ઓધવજીભાઈ રામજીભાઈ સોલંકી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અભિયાન સેવા ટ્રસ્ટ જાફરાબાદ દ્વારા ની:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હૃદયના વાલ્વની તકલીફ, હદય પહોળું થવું, એન્જીઓગ્રાફિ, વારસાગત બીમારીઓ, નળીયોમાં બ્લોકેજ, અનિયમિત ધબકારા, છાતીમાં દુખાવો અથવા ભૂતકાળમાં હૃદય રોગનો હુમલો તે સિવાય ઘૂંટણ તથા થાપાના સાંધાના ઘસારા વગેરે સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતાબેન મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ અમરેલી, જિલ્લા એન.સી.ડી.સેલ તેમજ રાજકોટની એચ.સી.જી હોસ્પિટલના નિષ્ણાંત ડૉકટરોની ટીમ, નગરપાલિકા જાફરાબાદ તેમજ સી.એચ.સી.જાફરાબાદ ડૉકટરોની ટીમોએ હાજર રહીને સર્વ નિદાન કેમ્પમાં સેવા આપી હતી.