કેન્દ્રીય આરોગ્ય વિભાગ અને SBI ફાઉન્ડેશન દ્વારા વેકસીનેશન અવેરનેશ ડ્રાઈવનું આયોજન
Live TV
-
કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ અને એસબીઆઈ ફાઉન્ડેશન દ્વારા વેકસીનેશન અવેરનેસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું નામ "પ્રોજેકટ પ્રતિરક્ષા" રાખવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજ્યના ડાંગ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, સુરત, નર્મદા અને સુરેન્દ્રનગર જિલ્લા સહિતના અલગ અલગ વિસ્તારોમાં કુલ 10 બ્લોકમાં વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 10 બ્લોકના કુલ 388 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં 100 ટકા વેક્સીનેશન કરવામાં આવ્યું હતું. હજુ પણ વેક્સિનેશનમાં બાકી હોય તેવા 5 લાખથી વધુ લોકોનું કોરોના વેકસીનેશન કરવામાં આવશે. ઉપરોક્ત 10 બ્લોકમાં રાજ્ય સરકાર દ્વારા વાહનો અને વોલ પેઇન્ટિંગ થકી વેકસીનેશન અંગેની અવેરનેસ લાવવામાં આવશે.
આ તકે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, સામાજિક સંસ્થાઓના સાથ સહકારથી 100 ટકા વેકસીનના ટાર્ગેટ સુધી પહોંચીશુ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વેકસીનેશનનો ટાર્ગેટ પૂરો કરવા માટે મતદાર યાદીનો પણ ઉપયોગ કરવામાં આવશે.