ગાંધીનગરના સેક્ટર -૨ અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી આરોગ્યમંત્રીએ ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિનેશનનો શુભારંભ કરાવ્યો
Live TV
-
ગાંધીનગરના સેક્ટર -૨માં આવેલ અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બાળકને ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિનના ટીપાં પીવડાવી ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિનેશનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે સતત ચિંતા અને ચિંતન કરતી સરકાર છે. આ રસીકરણ કાર્યક્રમમાં રાજ્ય આરોગ્યમંત્રી નિમિષાબેન સુથારે ઉપસ્થિત રહી રાજ્ય સરકારના આ નિર્ણયને તંદુરસ્ત રાષ્ટ્ર નિર્માણ માટેનો મહત્વનો ગણાવ્યો હતો.મહત્વનું છે કે, ન્યૂમોનિયા તથા મગજનો તાવ એ ન્યૂમોકોકલ બેક્ટેરિયાથી થતી બીમારીઓ છે. ન્યૂમોનિયા પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુનું એક મુખ્ય કારણ છે. ત્યારે આવી બીમારીઓ સામે બાળકોને સુરક્ષા પૂરી પાડવામાં પી.સી.વી. વેક્સિન મદદરૂપ સાબિત થશે.