દેશમાં કોરોનાના નવા 14,623 કેસ નોંધાયા, કોરોના રસીકરણનો આંકડો 100 કરોડને નજીક
Live TV
-
ભારતમાં કોરોનાના 24 કલાકમાં નવા 14 હજાર 623 કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 24 કલાકમાં 197 દર્દીઓના મૃત્યુ થયા છે... 24 કલાકમાં દેશના 19 હજાર 446 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. હાલમાં કોરોનાના 1 લાખ 78 હજાર 98 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 41 લાખ 36 હજાર 142 કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોરોના રસીકરણનો આંકડો 100 કરોડને નજીક પહોંચ્યો છે. કોરોનાના ટેસ્ટિંગની વાત કરીએ તો 24 કલાકમાં 13 લાખ 23 હજાર 702 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી દેશમાં ફુલ 59 કરોડ 44 લાખ 29 હજાર 890 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.