અમરેલી જિલ્લામાં આરોગ્યતંત્ર દ્વારા આગામી બે દિવસ મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
અમરેલી જિલ્લામાં આવતીકાલ સોમવાર અને મંગળવારે આરોગ્ય તંત્ર દ્વારા મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ઉપર રસી લેવાની બાકી હોય તેવા તથા રસીનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ લોકોને રસી આપવામાં આવશે.
જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જણાવે છે કે જિલ્લામાં 1 લાખ 36 હજારથી વધુ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો નથી તેવા લોકો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હોવાનું જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જયેશ પટેલે આ અંગે જણાવ્યું હતું કે જિલ્લામાં 268 જેટલાં આરોગ્ય કેન્દ્રો અને અન્ય જગ્યાઓ ઉપર આરોગ્ય વિભાગના મેડીકલ ઑફિસરો, નર્સિંગ સ્ટાફ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશા બહેનો મળીને કુલ 1500 થી વધુ કર્મીઓ ફરજ બજાવશે. સમગ્ર જિલ્લામાં એક જ દિવસમાં 30 હજારથી વધુ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક રખાયો છે. મહત્તમ લોકોને આ વેક્સિનેશન ડ્રાઈવનો લાભ લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે