ભારતમાં બનેલી કો-વેક્સિનને ઓસ્ટ્રેલિયા દ્વારા મંજૂરી મળી
Live TV
-
ભારતમાં બનેલી કો-વેક્સિનને ઓસ્ટ્રેલિયા દ્વારા મંજૂરી મળી છે.કોરોનાની મહામારી સામે બચાવ તરીકે ઉપયોગી એવી ભારતમાં બનેલી કોરોના પ્રતિકારક રસી કો-વેક્સિનને ઓસ્ટ્રેલિયા દ્વારા માન્યતા આપવામાં આવી છે.જેના કારણે હવે કો-વેક્સિન રસી મુકાવનારા ભારતીય યાત્રીઓ ઓસ્ટ્રેલિયાની યાત્રા કરી શકશે.આમ અત્યાર સુધી 30 દેશોએ ભારતની સ્વદેશી વેક્સિન કો-વેક્સિનને મંજૂરી આપી છે.આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કો-વેક્સિનને માન્યતા આપવા બદલ ટ્વિટના માધ્યમથી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.